Friday, August 20, 2010

તને સમજાવું બોલ હવે કેમ ?

તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ
હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં
હાથોમાં લજ્જાની મહેંદી મૂકી ‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ
તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ

Friday, August 13, 2010

તેદિ શુરે જવાબ દઈસ માધા.

દ્વારિકા મા કાય તને પૂછસે કે કાં, ગોકુળ મા કૌન હતી રાધા

તેદિ શુરે જવાબ દઈસ માધા.

તારુ તે નાંમ તને યાદ નહોતુ ત્યારે રાધા નુ નાંમ હતુ હોઠે

ઠકરાના-પટરાના કેટલાય હાતા પણ રાધા રમતી તિ સાત કોઠે,

રાધા વિન વાસલિ ના સુર નહી વાગે આવા સોગંધ શીદ ખાધા,

શુરે જવાબ દઈસ માધા.

રાધાના પગલા મા પયમુ વનરાવણ, ફાગન બૅની ની ખૂબ ફુલ્યો,

રાધાના ઍક ઍક સ્વતત ની ટોડલે,અષાઢી મોરે બૅની મહેક્યો

રાધાને વસળી આઘા પાડી ગ્યા,આવા તે શુ પડ્યા છે વાંધા,

તેદિ શુરે જવાબ દઈસ માધા.

ઘડીક મા ગોકુળ, ઘડીકમા વુનદાવન, ઘડીક મા મથુરા ના મહેલ,

ઘડીકમા રાધા ની ઘડીકમા ગોપીયુ ની ઘડીકમા કુબ્જા ના ખેલ.

હેટ-પ્રીતમા નો હાય રાજ઼ ખટપટના ખેલ કાંન સ્નેહમા તે હોય આવા સાંધા?

તેદિ શુરે જવાબ દઈસ માધા.

કૃષ્ણા નો જવાબ

કે ગોકુળ, વુનદાવન, મથુરા અને દ્વારકા, ઈ તો મારા આંગ પર પહેરવાના વાઘા,

રાજીપો હાય તો એને અન્ગ પર રાખિયે નહી રાખિયે એને આઘા,

સઘળો સંસાર મારો સોળે શણગાર,

મારા આંતર નો આતમ છે રાધા,

મને કાય પૂછસો મા કૌન હતી રાધા

Saturday, August 7, 2010

search here all about my blog

Loading