જે આંસુ ખોઉં છું જે આંસુ ખોઉં છું એનો મને અવેજ મળે કે હું રડું તો તમારા નયનમાં ભેજ મળે તમારી પ્રીત મળે ને ફકત મને જ મળે પછી ભલે ને વધારે નહિ તો સહેજ મળે મળે છે સ્નેહના સાથી ઘણાં યે દુનિયામાં હ્રદયને હઠ છે પ્રથમ જે મળ્યા'તા એ જ મળે જો મળવું હોય તો ‘બેફામ’ની કબર પર જા હવે એ રખડું નથી કે તને બધે જ મળે