Saturday, February 26, 2011

પાંપણોમાં અદાલત ભરાશે

પાંપણોમાં અદાલત ભરાશે - The Real Ghazal
 
આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

મને આ નગરમાં નિરાધાર છોડી
રસ્તા બધા કોની પાછળ ગયા છે

છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે

પહાડો ઉભા રહીને થાક્યા છે એવા
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે

મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે
હું છું ને ચારે તરફ ડુંગરા છે

ગઝલ હું લખું છું અને આજુ-બાજુ
બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે

Thursday, February 10, 2011

"મુલાકાત"

"મુલાકાત"
 
 
આજ અચાનક "એમની" સાથે મુલાકાત થઇ ગઈ
કરવી ન હતી વાત ને વાત થઇ ગઈ
"તેઓએ " પૂછ્યું તારો હસતો ચહેરો આજ ઉદાસ કેમ છે
તારી આંખો ને હોઠો માં પયાસ કેમ છ
જેમની પાસે તારા માટે સમય  નથી
એજ તારા માટે ખાસ કેમ છે 
"મેં" હસતા - હસતા કીધું 
"એમને" મારી આંખો ને હોઠો પર "એમના" િમલન ની પ્યાસ છે
ભલે "એમની" પાસે મારા માટે સમય નથી
જગ્યા છે "એમની" મારા આ "િદલ" માં એટલે તો "એ " ખાસ છે

Thursday, February 3, 2011

એક છોકરીના હાથથી રૂમાલ પડે -રમેશ પારેખ

એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.
નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.
કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?
ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.
કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.

Resources:-http://tahuko.com/?p=10614