Wednesday, September 8, 2010

જે આંસુ ખોઉં છું

જે આંસુ ખોઉં છું એનો મને અવેજ મળે
કે હું રડું તો તમારા નયનમાં ભેજ મળે

તમારી  પ્રીત મળે  ને ફકત મને જ મળે
પછી ભલે ને વધારે નહિ તો સહેજ મળે

મળે છે સ્નેહના સાથી ઘણાં યે દુનિયામાં
હ્રદયને હઠ છે પ્રથમ જે મળ્યા'તા એ જ મળે

જો મળવું હોય તો ‘બેફામ’ની કબર પર જા
હવે એ રખડું નથી કે તને બધે જ મળે